નમસ્કાર

બચત મંડળની લોન માટેનું ફોર્મ ડાઉનલોડ કરો.





સરકારશ્રી દ્વારા ગામ નમૂના નં.૭ (VF7) એટલે જમીનનો આધાર હવે કમ્પ્યુટરની એક ક્લિકે જોઇ શકાશે. Web Link: http://anyror.gujarat.gov.in જોઇએ ઇતિહાસ:
નોંધ – આ વેબસાઇટ માં પહેલા  DOWNLOAD SECURITY CERTIFICATE ની ફાઇલ  વેબસાઇટની ડાબી બાજુ આપેલ છે તેને ડાઉનલૉડ કારી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લેવી પછી જ વેબસાઇટમાં જોઇ શકા છે . 
પહેલાં ખાતેદારે પોતાના જમીનના આધારો – ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, ૧૨ના ઉતારા લેવા માટે જેતે મામલતદાર કચેરી ખાતે જવું પડતું. ત્યારબાદ તેનો ઉકેલ લાવવા સરકાર દ્વારા એક બહુ જ ઉપયોગી સેવા કે જેનાથી જમીનનું મહેસૂલી રેકર્ડ જેતે ગામે જ ખેડુતને મળી રહે, તેને માટે ઇ-ગ્રામ અંતર્ગત જાન્યૂઆરી ૨૦૦૬માં RoR@Village પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. RoR@Village અંતર્ગત જેતે ગામે જ ખાતેદાર પોતાની જમીનનારેકર્ડની ઓથોરાઇઝ્ડ નકલ પ્રાપ્ત કરી શકે. અહીં ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, તથા ૧૨ ચારેય નમૂનાઓની નકલો મળી શકે છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ ૧૬૬ તાલુકાઓના ૨૨૭૯ ગામોમાં શરૂ કરાયો, ત્યારબાદ આજે લગભગ ગુજરાતના તમામા ગામોમાં કે જ્યાં ગ્રામપંચાયત છે, ત્યાંના ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે સક્રીય છે. બીજી એક સફળતાની વાત કે RoR@Villageને ઉત્તમ સેવા પહોંચાડવાની શ્રેણીમાં Microsoft Award પણ મળેલ છે. આ પ્રોજેક્ટ દ્વારા ખાતેદારને પોતાના તાલુકામાં જવું પડતું નહીં, અને માત્ર ગામમાં આવેલ પોતાના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે જઇ, ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, કે ૧૨ની નકલ મેળવી શકતો.

ગામ પંચાયત તથા સરપંચ અને કારોબારીની નિમણૂક તથા તેના કાર્યો  અને ફરજો  ૧૯૯૩ના કાયદો 

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગી કૃષિવિષયક માહિતી તથા વિવિધ કૃષિલક્ષી યોજનાઓ,તથા મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવેલ છે.  જે એક વખત મોબાઇલમાં ડાઉનલોડ કરવામાં આવેતો તે પાક વિષેની સધળી માહિતી તેમા આપેલ છે.  
  1. ખાતર અધિકાર પત્ર
  2. યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  3. ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
  4. કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી
  5. અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
  6. કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ
  7. હવામાનની વિગતો
  8. ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
  9. ખેતીની જમીન ખાતાની વિગતો વગેરેની માહિતી ઑનલાઇન મળી રહે તેમાટે વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. આ માહિતી  ખેડૂત મિત્રોને ખૂબજ ઉપયોગી થાય તેમ છે.  નીચે આપેલ લિંકપરથી આ બધીજ માહિતી મળી રહે છે. આ  બધીજ માહિતી ગુજરાતીમાં આપેલ છે  

    iKisan

    ગુજરાતા રાજ્ય બીજ  નિગમ     આ વેબસાઇટ પરથી  વિવિધ બિયારણ અને તેની યોજનાઓ વિષેની                                                       માહિતી મળી રહેશે 

દાન આપનાર દાતા શ્રી ઓના નામ 


રીબડીગામ આપનું સ્વાગત કરે છે

રીબડીગામ આપનું સ્વાગત કરે છે
 
Top